પરમ પૂજ્ય શ્રી કાનજીભાઈ ચીમનભાઈ મહેતા (ભાઈ) ની ૨૦મી પુણ્યતિથિ નિમિતે “આઈ હોસ્પિટલ”પાલનપુર ખાતે તા. ૮/૮/૨૦૧૭ થી ૧૮/૮/૨૦૧૭ સુધી નેશનલ ટ્રેકોમાં એન્ડ બ્લાઈંડનેશ કંટ્રોલ પ્રોગ્રામ, જનરલ હોસ્પિટલ પાલનપુર નાં સહયોગથી તથા રોટરી ક્લબ ઓફ પાલનપુર તેમજ ઇનરવ્હીલ ક્લબ ઓફ પાલનપુર ના સહયોગથી વિના મુલ્યે “આઈ કેમ્પ”નું આયોજન કરવામાં આવેલ છે જેમાં ૯૨૨ આંખના દર્દી ઓને તપાસ કરી તેમાંથી જરૂરીયાત વાળા ૫૮ દર્દીઓને નેત્રમણી મૂકી મોતિયાના ઓપરેશન કરી આપવામાં આવેલ હતા.
ઉપરોક્ત કેમ્પ માટે દર વર્ષની જેમ પૂજ્ય કાન્તીભાઈનાં કુટુંબીજનો તરફથી આર્થિક સહાય કરવામાં આવે છે. આં કેમ્પને સફળ કરવામાં આઈ સર્જન ડો.મૌલેશભાઈ પટેલ, ડો.પીયુશભાઇ શાહ ની સાથે આઈ હોસ્પિટલ નાં સ્ટાફના સભ્યોએ જહેમત ઉઠાવેલ.