શ્રીમતિ મિનલબેન મયંકભાઈ શાહ તથા કુંટુંબીજનો દ્વારા “આઈ હોસ્પિટલ “પાલનપુર ખાતે તા. ૦૩/૦૨/૨૦૨૦ થી તા. ૧૩/૦૨/૨૦૨૦ સુધી નેશનલ ટ્રેકોમાં એન્ડ બ્લાઇન્ડનેસ કંટ્રોલ પ્રોગ્રામ , જનરલ હોસ્પિટલ પાલનપુર ના સહયોગ થી વિનામુલ્યે “આઈ કેમ્પ” નું આયોજન કરવામાં આવેલ જેમાં ૧૩૭૫ આંખના દર્દીઓને તપાસ કરી અને તેમાંથી જરૂરિયાત વાળા ૧૦૩ દર્દીઓને નેત્રમણી મૂકી મોતિયાના’ ઓપરેશન કરી આપવામાં આવેલ હતા.
આ કેમ્પને સફળ કરવામાં આઈ સર્જન ડૉ. જતિનભાઈ પટેલ, ડૉ. પીયુષભાઈ શાહ ની સાથે આસિસ્ટન્ટ દિનેશભાઈ ચૌધરી તેમજ આઈ હોસ્પિટલ ના સ્ટાફના સભ્યો એ જહેમત ઉઠાવેલ.