પાલનપુર આઇ હોસ્પિટલ તેમજ શ્રી શશીકાંતભાઇ રસીકભાઇ કોઠારી શ્રીમતી મિનલબેન મયંકભાઇ શાહ રહેવાસી મુંબઇ તેમજ ડિસ્ટ્રીક્ટ ટ્રેકોમા બ્લાઇન્ડ્નેસ કંટ્રોલ પ્રોગ્રામ,બનાસકાંઠા જનરલ હોસ્પિટલ” પાલનપુરના સહયોગથી તા.૨૩/૦૧/૨૦૧૭ થી તા.૧૦/૦૨/૨૦૧૭ સુધી વિનામૂલ્યે “આઇ કેમ્પ” નુ આયોજન કરવામાં આવેલ જેમાં આંખના દર્દીઓને તપાસ કરી તેમાંથી જરૂરીયાત વાળા ૧૦૧ દર્દીઓને નેત્રમણી મૂકી મોતિયાના ઓપરેશન કરી આપવામાં આવેલ હતા.
ઉપરોક્ત કેમ્પ માટે ટ્રસ્ટ તરફથી આર્થિક સહાય કરવામાં આવેલ છે.આ કેમ્પને સફળ કરવામાં ‘આઇ’ સર્જન ડો.પિયૂષભાઇ જે. શાહ,ડો.મૌલેષભાઇ જે.પટેલની આઇ હોસ્પિટલ ના સ્ટાફના સભ્યો એ જહેમત ઉઠાવેલ.
View Gallery