Call : +91 02742 252353 | +91 94280 02055
Single Event / News Detail

Samarpan Hospital Event / News Detail

સમર્પણ હોસ્પિટલ પાલનપુર તથા ફીમેલ હોસ્પિટલ પાલનપુર તેમજ ઇઝરાઇલ વસતા જૈન ભાઇઓના સહયોગથી કેન્સર નિદાન કેમ્પ

સમર્પણ હોસ્પિટલ પાલનપુર તથા ફીમેલ હોસ્પિટલ પાલનપુર તેમજ ઇઝરાઇલ વસતા જૈન ભાઇઓના સહયોગથી કેન્સર નિદાન કેમ્પ

આથી પાલનપુર તથા આજુબાજુના ગામોમાં રહેતા તમામ ભાઇ બહેનોને જણાવવામાં આવે છે કે ગુજરાત કેન્સર અને રીસર્ચ ઇન્સટીટયુટ(એમ.પી.શાહ કેન્સર હોસ્પિટલ) ન્યુ સિવિલ હોસ્પિટલ કંપાઉન્ડ,અમદાવાદ દ્વારા કેન્સર નિદાન કેમ્પ તા.૧૨-૦૨-૨૦૧૭ ને રવિવારના રોજ પાલનપુર મુકામે સમર્પણ હોસ્પિટલ ખાતે સવારે ૧૦-૦૦ કલાકે રાખવામાં આવેલ છે.

કેમ્પમાં શું શું નિદાન થશે?

(૧) પેપટેસ્ટ,ગર્ભાશયના મુખનું કેન્સર માટેની તપાસ

(૨) મ્હોના કેન્સર માટેની તપાસ,ગળા,પેટ તથા જઠર આંતરડા મળાશય(રેક્ટમ) ના કેન્સરનું માર્ગદર્શન

(૩) મેમોગ્રાફી સ્તન કેન્સર માટેની તપાસ (જરૂરી હોય તો)

(૪) કેન્સર વિશે જાગૃતિ (એક પ્રદર્શન)

 

કેન્સરને લગતા દર્દથી પીડાતા દર્દીઓએ આ માટે જરૂરી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.કેન્સરને લગતા દર્દોના નિષ્ણાંત ડૉક્ટરો દ્વારા તપાસ કરવામાં આવશે અને તેને લગતું જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે.કેન્સરના દર્દીઓએ અગાઉ તપાસ કરાવેલ હોય તો તેના જરૂરી રીપોર્ટ પણ સાથે લાવવાના રહેશે.રજીસ્ટ્રેશન તા.૧૦-૦૨-૨૦૧૭ સુધીમાં નીચેના સ્થળ તથા ફોન નંબર ઉપર કરાવવાનું રેહશે.

:રજીસ્ટ્રેશન માટેના સ્થળો:

(૧) સમર્પણ હોસ્પિટલ,આંખનુ દવાખાનું,

 સોનારીયા બંગલા રોડ,ગર્લ્સ હાઇસ્કૂલ પાસે,પાલનપુર,ફોન નંબર :૨૫૨૨૫૩

(૨) પાલનપુર ફીમેલ હોસ્પિટલ

  દિલ્હીગેટ, પાલનપુર,ફોન નંબર:૨૫૯૦૬૦

 

•  કેમ્પમાં સેવા આપનાર ડૉક્ટરો  •

ડૉ.બિક્ર્મ ભારદ્વાજ    M.D. Gynac oncsurgeon

ડૉ. મુકેશ ચૌધરી      M.S. (General surgeon), oncsurgeon Resident

ડૉ.જીજ્ઞા પટેલ         M.B.B.S,M.D,Radioligist

•  લોકલ ડૉક્ટરો •

  • ડૉ. ભરતભાઇ મિસ્ત્રી M.S.
  • ડૉ. ખંજન મહેશ્વરી M.S.Gynac
  • ડૉ.સી.બી.શાહ  M.S.            
  • ડૉ.સત્યવતીબેન કોઠારી (એમ.બી.બી.એસ.)
  • ડૉ. પ્રશાંત પ્રજાપતિ M.S.Gynac
  • ડૉ.વત્સલ જોષી(એમ.બી.બી.એસ.)