શ્રી કાંતિભાઈ ચીમનભાઈ મહેતાની ૧૯મી પુણ્યતિથિ નિમિતે આઈ હોસ્પિટલ પાલનપુર ખાતે ઇનરવ્હીલ ક્લબ ઓફ પાલનપુર, રોટરી ક્લબ ઓફ પાલનપુર તથા ડીસ્ટ્રીકટ ટેક્રોમાં એન્ડ બ્લાઈન્ડનેસ કંટ્રોલ પ્રોગ્રામ, જનરલ હોસ્પિટલ પાલનપુરના સહયોગીથી તા.૮-૮-૨૦૧૬ થી ૧૭-૮-૨૦૧૬ સુધી આઈ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ૬૮૨ દર્દીઓની તપાસ અને જરૂરિયાતવાળા ૬૩ દર્દીઓને નેત્રમણી મૂકી અને વિનામુલ્યે મોતિયાના ઓપરેશન કરી આપવામાં આવેલ. આ કેમ્પને સફળ બનાવવા ડો. પિયુષભાઈ જે. શાહ, ડો. ભરતભાઈ પટેલ, ડો. પરેશભાઈ પરીખ તેમજ બચુભાઈ પટેલ અને સંસ્થા ના સહકર્મઓની સહયોગ આપ્યો હતો.
પૂજ્ય ભાઈના પરિવારનો સતત ૧૮ વર્ષથી આ કેમ્પનું આયોજન પૂજ્ય કાંતિભાઈ ની પુણ્યતિથિ નિમિતે કરવામાં આથિર્ક સહયોગ આપે છે