સહર્ષ જણાવાનું કે પાલનપુર આઈ હોસ્પિટલ દ્વારા યોજવામાં આવેલ આઈ કેમ્પ અંગેની પેસનોટ આ સાથે બીડેલ છે. જેને આપના અખબાર માં પ્રસિધ્ધ આપવા વિનંતી છે.
પરમ પૂજ્ય સ્વ. શ્રીમતી કનકબેન વિનોદભાઈ મહેતા ની છઠી પુણ્યતિથિ નિમિતે “આઈ હોસ્પિટલ” પાલનપુર ખાતે ડીસ્ટ્રીકટટ્રેકોમાં એન્ડ બ્લાઈન્ડનેસ કંટ્રોલ પ્રોગ્રામ, જનરલ હોસ્પિટલ પાલનપુર ના સહયોગ થી તા. ૦૬/૦૯/૨૦૧૬ થી તા.૧૦/૦૯/૨૦૧૬ દરમ્યાન વિનામૂલ્યે “આઈ કેમ્પ” નું આયોજન કરવામાં આવેલ જેમાં ૪૪૦ આંખના દર્દી ઓની તપાસ કરવામાં આવેલ. અને તેમાંથી જરૂરિયાત ૬૮ દર્દીઓને મોતિયાના ઓપરેશન કરી આપવામાં આવેલ હતા. આ કેમ્પમાં આઈ સર્જન ડો. પિયુષભાઈ શાહ, ડો. ભરતભાઈ પટેલ તથા ડો. પરેશભાઈ પરીખ સુંદર સેવાઓ. આ કેમ્પને સફળ બનાવવા આઈ હોસ્પિટલ આ સ્ટાફ ના સ્બ્યોનો પણ સુંદર સહકાર આપેલ.