શ્રીમતી તારાબેન એન્ડઇ શ્રી મૂળચંદભાઇ કચરાભાઇ ભણસાલી ચેરીટેબલ ટ્રસ્ટ,મુંબઇ દ્વારા “સમર્પણ હોસ્પિટલ” પાલનપુર
સહર્ષ જણાવવાનું કે પાલનપુર સમર્પણ હોસ્પિટલ દ્વારા યોજવામાં આવેલ ‘આઇ કેમ્પ અંગેની પ્રેસનોટ આ સાથે બીડેલ છે.જેને આપના અખબાર માં પ્રસિધ્ધ આપવા વિનંતી છે.
પ્રેસ નોટ
શ્રીમતી તારાબેન એન્ડ શ્રી મૂળચંદભાઇ કચરાભાઇ ભણસાલી ચેરીટેબલ ટ્રસ્ટ,મુંબઇ દ્વારા “સમર્પણ હોસ્પિટલ” પાલનપુર માં તા.૨૭/૦૨/૨૦૧૭ થી તા.૦૪/૦૩/૨૦૧૭ દરમ્યાન વિનામૂલ્યે આંખ ના ઓપરેશન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ જેમાં ૧૭૦૮ દર્દીઓની આંખોની તપાસ કરી અને ૭૦ દર્દીઓને મોતિયાના ઓપરેશન કરી આપવામાં આવેલ હતા.આ કેમ્પમાં આઇ સર્જન ડો.પિયૂષભાઇ શાહ તથા ડો.મૌલેષભાઇ પટેલ સુંદર સેવાઓ આપેલ.આ કેમ્પને સફળ બનાવવા સમર્પણ હોસ્પિટલ ના સ્ટાફ ના સભ્યોએ પણ સુંદર સહકાર આપેલ.